ઝાલોદ નગરના ભરત ટાવરથી બસસ્ટેન્ડ સુધી ખાડાઓનું સામ્રાજ્ય : કોઈ પ્રાઇવેટ કંપની ખાડા ખોદી ગઈ પણ લેવલ કર્યા વગર જતી રહી
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૪
ઝાલોદ ભરત ટાવર વિસ્તારથી બસ્ટેન્ડની પાસે પેટ્રોલ પંપ નજીક સુધી કોઈ પ્રાઇવેટ કંપની વાળા ખાડા ખોદી ગયેલ તે ખાડા પર ફક્ત માટી નાંખી જતાં રહેલ છે ચોમાસામાં માટી દબાઈ જતાં ત્યાં આવતા જતા લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહેલ છે, અમુક દુકાનદારો આગળ પણ મોટા મોટા ખાડા ખોદી ગયેલ છે તે પૂરવામાં આવેલ નથી તેથી દુકાનદારોને વ્યાપાર કરવામાં બહુજ તકલીફ પડી રહેલ છે આ માટે અમે જવાબદાર કોન્ટ્રાક્ટર અનુરાગસિંહ તેમનો મોબાઇલ નંબર 6351120018નો પણ અમે કોલ કરી સંપર્ક કરેલ તો માલ નખાવી થોડું કામ કરી ફરી કામ બંધ કરી દીઘેલ છે, આમ જવાબદાર કોન્ટ્રાક્ટર પણ કામ કરવામાં આંખ આડા કાન કરી રહેલ છે ,જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જવાબદાર તંત્ર દ્વારા કાયદેસરના પગલાં લઈ કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે

