ઝાલોદ તાલુકાના રળીયાતી ગામે પરણિતા પર બળાત્કાર ગુજારતો યુવક
દાહોદ તા.૦૯
ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે એક યુવકે પરણિતા તથા તેના બાળકને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી પરણિતાની મરજી વિરૂધ્ધ નજીકના ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજારતા પોલિસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે મંદિર ફળિયામાં રહેતા ઉમેશ હીરસીંગભાઈ ડામોરે ત્રણેય માસ અગાઉ ઝાલોદ તાલુકામાં રહેતી એક પરણિતાના ઘરે આવી તેને તથા તેના બાળકને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી પરણિતાને નજીકના ખેતરમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા આ સંબંધે પરણિતાએ ગતરોજ લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.