લીમખેડા નગરમાં એક બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો ઃ રૂ.૯૨ હજારની મત્તા ચોરી તસ્કરો ફરાર

દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનનાં મુખ્ય દરવાજાનું લોક તોડી પ્રવેશ કરી તિજારી તોડી અંદરથી રોકડા રૂપીયા, સોના – ચાંદીના દાગી વિગેરે મળી કુલ રૂ.૯૨,૫૦૦ ની મત્તાની ચોરી કરી નાસી ગયાનું જાણવા મળે છે.
લીમખેડા નગરમાં ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર જયંતિલાલ દેવડાના બંધ મકાનમાં તસ્કરોએ ગત તા.૦૮.૧૦.૨૦૧૯ ના રોજ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યાે હતો અને તિજારી તોડી અંદરથી રોકડા રૂપીયા ૪૭,૦૦૦, સોનાનો સેટ આશરે અઢી તોલાનો કિંમત રૂ.૨૫૦૦૦, સોનાનું પેડલ આશરે એક તોલાનો કિંમત રૂ.૩૦૦૦, સોનાની બુટ્ટી જાડ નંગ.૩ આશરે ૬ તોલાની કિંમત રૂ.૫૦૦૦, સાનાની વીટીં આશરે ચાર ગ્રામ કિંમત રૂ.૪૦૦૦, સોનાની ચુની આશરે ૨ ગ્રામ કિંમત રૂ.૨૫૦૦, ચાંદીની પાયલ આશરે ૧૫૦ ગ્રામ કિંમત રૂ.૧૫૦૦, ચાંદીની પાયલ આશરે ૧૦૦ ગ્રામ વજનની કિંમત રૂ.૧૦૦૦, ચાંદીનો કંદોરો આશરે ૨૫૦ ગ્રામ વજનનો કિંમત રૂ.૨૫૦૦ એમ કુલ મળી ૯૨૫૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતા આ સંબંધે જીતેન્દ્રકુમાર જયંતિલાલ દેવડાએ લીમખેડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: