ઝાલોદના સાંપોઈ ગામે પોલીસનો સપાટો : સાંપોઈ ગામેથી પોલીસે રૂા. ૧.૧૭ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૧,૧૭,૬૦૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાંનું જ્યારે પોલીસને ચકમો આપી ફોર વ્હીલર ગાડીમાં સવાર ચાર જણા નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે. ગત તા.૦૩ સપ્ટેમ્બરના રોજ ઝાલોદ પોલીસે સાંપોઈ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને પોલીસને દુરથી જાેઈ ગાડીમાં સવાર હાર્દિપ ઉર્ફે દિલીપભાઈ રાકેશભાઈ વસૈયા (રહે. સાંપાઈ), બાદલભાઈ શશીકાન્તભાઈ હઠીલા (રહે. પારેવા, તા. ઝાલોદ), રોહિતભાઈ પ્રદિપભાઈ વણઝારા (રહે. ડબગરવાસ, લીમડી, તા. ઝાલોદ) અને શક્તિભાઈ ગલાભાઈ હઠીલા (રહે. આબા રીછુમરા ફળિયા, તા. ઝાલોદ) નાઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૮૫૨ કિંમત રૂા. ૧,૧૭,૬૦૦નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી ઝાલોદ પોલીસે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.