લમ્પી વાઈરલનો કેસ રખડતા પશુઓમાં વધુ જાેવા મળ્યાં : મોટીવાસવાણી ગામે એક પશુમાં લમ્પી વાયરસ જાેવા મળ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં લમ્પી વાઈરલના પગપેસારાના પગલે જિલ્લાના પશુ પાલકોમાં ચિંતાનો માહૌલ જાેવા મળી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના મોટી વાસવાણી ગામે વધુ એક પશુમાં લમ્પી વાઈરલના લક્ષણો જાેવાતાં તંત્ર એલર્ટ બન્યું છે. છેલ્લા એક અઠવાડીયામાં દાહોદ જિલ્લામાં પાંચ પશુઓમાં લમ્પી વાઈરલના લક્ષણો જાેવા મળ્યાં હતાં જેને પગલે દાહોદ જિલ્લા પશુપાલન વિભાગ એલર્ટ બની કામગીરીમાં જાેતરાઈ હતી. દાહોદ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લમ્પી વાઈરલની સામે કામગીરી પણ કરી રહી છે અને જિલ્લાના પશુપાલનો લમ્પી વાઈરલ સંબંધી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે મોટીવાસવાણી ગામે વધુ એક પશુમાં લમ્પી વાઈરલના લક્ષણો જાેવા મળ્યાં હતાં. રખડતાં પશુઓમાં લમ્પી વાઈરલના લક્ષણો વધુ જાેવા મળતાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે ત્યારે આ મામલે સંલગ્ન તંત્ર દ્વારા આ મામલે પણ ગંભીરતા દાખવી કામગીરીને પુરજાેશમાં આરંભ કરવામાં આવે તે જરૂરી છે.

