શ્રી હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૮

લીમખેડા ની શ્રી હસ્તેશ્વર ના વિધાર્થીઓ દ્વારા દેશ ના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 72 માં જન્મદિવસની ઉજવણી HAPPY BIRTHDAY MODI SIR ની માનવ આકૃતિ બનાવી માં.ન વડાપ્રધાનશ્રી સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રહે અને લાંબા દીર્ધયું માટેની પ્રાર્થના કરી હતી.જેમાં લીમખેડા ના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર , જીલ્લા ના મહામંત્રી સ્નેહલભાઈ ધરીયા ,જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ, સંસ્થા ના પ્રમુખ ધનાભાઇ ભરવાડ, મંત્રી ભરતભાઇ ભરવાડ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: