દાહોદ શહેરમાં ૨૧ વર્ષીય યુવતી ઉપર લગ્નની લાલચે યુવક દ્વારા દુષ્કર્મ આચર્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદ શહેરમાં રહેતી એક ૨૧ વર્ષીય યુવતીને દાહોદ શહેરના બસ સ્ટેશન સામે આવેલ યાદવ ચાલમાં રહેતો જીજ્ઞેશભાઈ પ્રવિણભાઈ મિસ્ત્રીએ યુવતીને લગ્નની લાલચ આપી ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ જીવનદીપ સોસાયટીમાં યુવકે પોતાના મિત્રના ભાડાના મકાનમાં યુવતીને લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ યુવતીએ થોડા સમય બાદ લગ્નનો પ્રસ્તાવ મુકતાં જીજ્ઞેશભાઈએ લગ્ન કરવાની ના પાડી દેતાં યુવતીએ આ સંબંધે દાહોદ બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.