દાહોદ જિલ્લાના ચાકલીયા ગામે બે મોટરસાઈકલ સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા બોરસદ ગામે એક મોટરસાઈકલના ચાલકે સામેથી આવતી અન્ય એક મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં મોટરસાઈકલ પર સવાર ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૭મી ઓક્ટોમ્બરના રોજ ચાકલીયા બોરસદ ગામે રોડ પર એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં હતો તે સમયે સામેથી મોટરસાઈકલ લઈ આવી રહેલ રૂમાલભાઈ સુરસીંગભાઈ મેડા (રહે. છાયણ, કાળાપીપળ, રાવત ફળિયુ, તા.ઝાલોદ, જિ.દાહોદ) ની મોટરસાઈકલ સાથે ઝડાકાભેર ટક્કર મારતાં રૂમાલભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે છાયણ ગામે કાળાપીપળ રાવત ફળિયામાં રહેતાં અમીતબાઈ રૂમાલભાઈ મેડાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.