ઝાલોદ નગરમાં સોશિયલ મીડિયાના ગ્રૂપમાં નગરના વિકાસથી પ્રજામાં અસંતોષ ફેલાયો આવનાર વિધાનસભાની ચૂંટણીમાં તેના પડઘા પડે તેવા એંધાણ
રિપોર્ટર .પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરમાં દરેક વિસ્તારોમાં જવાબદાર તંત્રની કામગીરી થી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેની ચર્ચાઓ સોશિયલ મીડિયા ગ્રુપમાં થવા લાગી છે. જવાબદાર નેતાઓ નગરના વિકાસને લઈ ઘોર નિંદ્રામાં જોવા મળી રહેલ છે. નગરના લોકો જવાબદાર નેતાઓની બેદરકારી અને ગામના વિકાસ માટે ચિંતિત નથી તે માટે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ તેના પડઘા પડે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મતદારો પોતાના વોટનો ઉપયોગ ગામના વિકાસને સમર્થન આપે તેવા ઉમેદવારને વોટ આપશે તેવું ચર્ચાઈ રહ્યું છે. ઝાલોદ નગરમાં દિન પ્રતિદિન નગરમાં મળતી સુવિધાઓ થી જાહેર જનતામાં અસંતોષ જોવાઈ રહ્યો છે તેથી આવનાર ચૂંટણીમાં નેતા કોઈ પણ પક્ષનો હોય જે નગરના વિકાસને સમજશે તેને જ વોટ આપવાનું મન બનાવી રહી છે. જેથી આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ જે તે પાર્ટીના ઉમેદવારોએ નગરના પ્રાથમિક સમસ્યાઓ સમજી તેને દૂર કરવાની બાંહેધરી આપશે તે પાર્ટીના ઉમેદવારને જ નગરજનો વોટ આપશે તેવું ચર્ચાઈ રહ્યું છે.