દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામ ખાતેથી પોલીસે રૂા.૭ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી ૭,૫૦૦ રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો હતો.
દાહોદ રૂલર પોલીસ તારીખ ૫-૧૧-૨૦૨૨ ના રોજ બપોરના ૦૩ઃ૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદના ગ્લાલિયાવાડ વિસ્તાર ખાતે પેટ્રોલિંગ કરી રહેતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે ગલાલીયાવાડ સારસા તળાઈ ફળિયામાં રહેતો નિરમા ભાવસિંગ બિલવાલ તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું છૂટક વેચાણ કરે છે તેવી બાતમી આધારે પોલીસે ગ્લાલિયાવાડ સારસા તળાઈ ફળિયામાં તેના રહેણાંક મકાનમાં રેડ કરતા દાહોદ પોલીસને તે ઘરમાં સંતાડી રાખેલું ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ ૩૧ જેટલી થેલામાં ભરેલી મળી આવી હતી જેની કિંમત ૭,૫૦૦ રૂપિયાના વિદેશી દારૂ સાથે છૂટક દારૂનું વેચાણ કરતાં નીરમા સુનિલ બિલવાલની અટકાયત કરી તેની સામે પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.