દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ૪ જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂા. ૨,૫૨૦ની રોકડ કબજે કબજે કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૭

દાહોદ શહેરના કસ્બા બારીયા ફળિયામાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી તેમની પાસેથી અંગઝડતી દરમિયાન ૨૫૨૦ રૂપિયા સાથે ચાર જુગારીયાઓને ઝડપી એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ એ ડિવિઝન ટાઉન પોલીસ મથકના પોલીસ જવાનો દાહોદ શહેરમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે દાહોદ કસ્બા બારીયા ફળિયામાં કેટલા ઈસમો ખુલ્લી જગ્યામાં પાના પત્તા રૂપિયા વડે હાર જીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ઓચિંતી રેડ કરતા અને તે વિસ્તારને કોર્ડન કરી જુગાર રમી રહેલા લોકોને ત્યાં જ બેસી રહેવા માટે જણાવ્યું હતું અને પોલીસના હાથે ચાર જેટલા ઈસમો જાહેરમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા જેમાંથી મનીષ પ્રવીણ કડિયા, ફિરોજ યુસુફ સાજી, મહેન્દ્ર અરવિંદ પસાયા, સુનિલ ચુનિયા વહોનીયા આ ચાર લોકો ભેગા મળી જાહેરમાં જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસના હાથે ઝડપાયા હતા તેમજ પોલીસને તેમની પાસેથી અંગઝડતી અને દાવ પર લાગેલા કુલ ૨૫૨૦ રૂપિયાની રોકડ રકમ સાથે ચાર જુગારીયાઓને પોલીસે ઝડપી તેમની સામે જુગારધારા મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: