દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે એક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી રૂા.૧૨ હજારની કિંમતની સબ મર્શિબલ મોટરની ચોરી કરી ફરાર થયાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૧

દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એક શાળા મુકી રાખેલ સબ મર્શિબલ મોટર કિંમત રૂા. ૧૨,૦૦૦ની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૦મી ઓક્ટોમ્બરના રોજ ભાઠીવાડા ગામે માળી ફળિયામાં આવેલ જવસીંગભાઈ વરસીંગભાઈ ભુરીયા (રહે. દેલસર, પણદા ફળિયું, તા.જિ.દાહોદ)ની શાળામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શાળામાં મુકી રાખેલ સબ મર્શિબલ મોટર કિંમત રૂા.૧૨,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે જવસીંગભાઈ વરસીંગભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!