દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સારમારીયા ગામે ખત્રીઓ (પુર્વજાે) ને છુટા કરવા મામલે થયેલ ઝઘડામાં ત્રણ ઈસમોએ એકને તલવારનો ઘાર મારી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ઈજા પહોંચાડી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સારમારીયા ગામે ખત્રીઓ (પુર્વજાે) ને છુટા કરવા મામલે થયેલ ઝઘડામાં ત્રણ જેટલા ઈસમોએ એકને ગડદાપાટ્ટુનો માર મારી તેમજ એકે તલવાર વડે કાનના ભાગે ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૨મી નવેમ્બરના રોજ સારમારીયા ગામે પરમાર ફળિયામાં રહેતાં શૈલેષભાઈ ધારૂભાઈ પરમાર, મીનેશભાઈ ધારૂભાઈ પરમાર અને ધારૂભાઈ વરસીંગભાઈ પરમારનાઓએ પોતાના ગામમાં રહેતાં પૃથ્વીસિંહ વજેસિંહ અમલીયારના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમે અમારા ખત્રી (પુર્વજાે) ને બાંધી દીધેલ છે તો ખત્રીઓને છુટા કરો, તેમ કહેતા પૃથ્વીસિંહએ કહ્યુ હતું કે, તમારા ખત્રી હું કેમ બાંધુ અને મારે શું લેવા દેવા તમારા ખત્રીઓ સાથે, તેમ કહેતાં ઉપરોક્ત ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પૃથ્વીસિંહને ગડદાપાટ્ટુનો માર મારી એકે તલવારની અણી પૃથ્વીસિંહને કાનના ભાગે માર દઈ લોહીલુહાણ કરી નાંખતાં પૃથ્વીસિંહને કાનના ભાગે પાંચ જેટલા ટાંકા આવ્યાં હતાં.
આ સંબંધે ઈજાગ્રસ્ત પૃથ્વીસિંહ વજેસિંહ અમલીયારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.