જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ૧૦ કરતાં વધુ વાહનોના કાફલો ફેરવી શકાશે નહીં
SINDHUUDAY NEWS DAHOD

જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ૧૦ કરતાં વધુ વાહનોના કાફલો ફેરવી શકાશે નહીં
દાહોદ, તા. ૧૪ : અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન સભા, સરઘસ, રેલી, રોડ શો કે અન્ય કોઇ પણ કાર્યક્રમમાં ૧૦ (દસ) કરતાં વધુ વાહનોના કાફલો ચૂંટણી યોજાનાર વિસ્તારના જાહેર માર્ગો પર ફેરવી શકાશે નહીં તેવો આદેશ કર્યો છે. તેમજ સંબંધિત શહેરી તથા ગ્રામ્ય વિસ્તારનાં જાહેર રસ્તાઓ પર ચૂંટણીલક્ષી સરઘસની કારો, વાહનોને ૧૦ કરતા વધુ વાહનોના કાફલારૂપે અવર જવર કરવા દેવામાં આવશે નહી. તેમજ ફોર્મ ભરતી વખતે ઉમેદવાર દ્વારા અલગથી સુચનાઓ જાહેર કરાઇ છે તેનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.આ જાહેરનામું આગામી તા. ૧૦ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

