જિલ્લામાં મતદાતા જાગૃકતા અભિયાનમાં સહભાગી થતું દાહોદ કેમીસ્ટ એસોશીએસન

રિપોટર – નીલ ડોડીયાર

જિલ્લામાં મતદાતા જાગૃકતા અભિયાનમાં સહભાગી થતું દાહોદ કેમીસ્ટ એસોશીએસન
મેડીકલ સ્ટોરમાં વિવિધ ચોટદાર સૂત્રો સાથે મતદાતાઓને મતદાન માટે કરાઇ રહ્યાં છે પ્રેરિત


દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હોય મતદાતા જાગૃત્તિ અભિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં સઘન રીતે ચાલી રહ્યું છે ત્યારે દાહોદ કેમીસ્ટ એસોસિએશન મતદાતાઓને મતદાન માટે પ્રેરવા માટે તંત્રના અભિયાનમાં સહભાગી થયું છે. જિલ્લાના દાહોદ કેમીસ્ટટ એસોસિએશન સાથે સંકળાયેલા તમામ મેડીકલ સ્ટોરમાં મતદાતાઓને જાગૃત કરવા માટે વિવિધ ચોટદાર સૂત્રો સાથેના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેથી મેડીકલ સ્ટોરની મુલાકાત લેનારા દરેક ગ્રાહક લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન કરવા માટે પ્રેરિત થાય. સાથે ગ્રાહકોને અપાતા બીલમાં પણ અચૂક મતદાન કરવા માટેનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાતાઓને જાગૃત કરવા માટે સઘન અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લાની ઝાયડસ હોસ્પીટલ સહિતની તમામ ખાનગી અને સરકારી હોસ્પીટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર અર્થે આવતા દર્દીઓના કેસ ઉપર જિલ્લા ચૂંટણી અધિકારીનો અચૂક મતદાન માટેનો સંદેશો ધરાવતો સિક્કો મારવામાં આવે છે. જેથી સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સગાવહાલા સુધી મતદાન કરવા માટેનો સંદેશો પહોંચી રહ્યો છે.
તદ્દઉપરાંત, પશુદવાખાનાઓ, જિલ્લાની મોટી દુકાનો, શો રૂમ, મોબાઇલ સ્ટોર, પાર્ટી પ્લોટ, હાઇવે ઉપરની હોટલો સહિતની જગ્યાઓ જયાં નાગરિકો ખરીદી અર્થે આવતા હોય તેમને અપાતા બીલમાં જિલ્લા ચૂંટણી અધિકારીનો મતદાન અવશ્ય કરવાનો સંદેશો સિક્કો મારીને પહોંચતો કરવામાં આવી રહ્યો છે. ત્યારે દાહોદ કેમીસ્ટ એસોસીએશન દ્વારા આ ઝુંબેશમાં સહયોગ આપીને અનુકરણીય પહેલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: