માણસમાં રહેલા ડિપ્રેશનને દૂર કરવા માટે 1900 કિલોમીટરથી રનઅપ કરી 20 રનરોની ટીમ દાહોદ આવી પહોંચી
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૯
હરિયાણા કુરુક્ષેત્રના સંસ્કૃત ટીચર સંદીપ ભાઈના નેતૃત્વમાં ચંઢીગઢના સી.એમ હાઉસથી હિમાલયન નાઈટ્સ ટિમ રન કરી 1900 કિલોમીટરનો અંતર કાપી દાહોદ આવી પહોંચી હતી.
રન અગેન્સ ડિપ્રેસનને લઈ ચંઢીગઢ. હરિયાણા. હિમાચલ પ્રદેશ રાજસ્થાન. મધ્યપ્રદેશ. ઉત્તર પ્રદેશ. અને ઉડીસાના 20 જેટલાં રનર અને 10 જેટલાં સુપર વાઈઝર દાહોદ આવી અને જણાવ્યું હતું કે સમાજમાં કોરોના પછી જે લોકોમાં ડિપ્રેસન વધી ગયો છે જેમાં કોરોના કાંળમા બાળકોનું ભણતર.લોકોની મૃત્યુ.લાખો લોકોની નોકરી જતી રહી છે જેનાથી લોકો વધારે પ્રભાવિત થયા છે જેના કારણે લોકો હતાશ અને નિરાશ થયા છે લોકોએ એક બીજાથી વાતચીત કરવાનું બંધ કરી દીધું છે એકલતામાં રહે છે જેના કારણે એવા લોકો આત્મહત્યા કરી લે છે આવા લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા ચંઢીગઢથી 30 જેટલાં યુવાનોની ટિમ રન કરી નીકળી છે જેમાં 1900 કિલોમીટરનું અંતર કાપી લીધું છે અને દાહોદ પહોંચી હતી જેમાં આં ટીમ હમણાં સુધી ચંઢીગઢથી નીકળી હરિયાણા. રાજસ્થાન. ગુજરાત અને ત્યાંથી મધ્યપ્રદેશ.મહારાષ્ટ્ર.ગોવા. કર્ણાટક . કેરળ. તમિલનાડુ. આંધ્ર પ્રદેશ. ઉડીસા વેસ્ટ બેંગોલ. ઝારખંડ. ઉત્તર પ્રદેશથી દિલ્હી ઈંડિયા ગેટ પહોચી રનર ટીમનું સમાપન કરવામાં આવશે. આ રીલે રનમાં 20 જેટલાં યુવાઓ છે જેમાં એક યુવક એક કલ્લાક સુધી રન કરે છે એક કલ્લાક પછી બીજો યુવક રન કરે છે એવીજ઼ રીતે 20 જેટલાં યુવાઓની ટિમ સાથે 10 સુપરવાઇઝરની ટિમ દાહોદ આવી પહોંચી જેમાં 8000 કી.મી થી વધુનું અંતર કાપી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માન કરવામાં આવી તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે તેમજ તેના મળી રહે તે માટે પણ જણાવવામાં આવ્યું હતું અને સાથે જ રનારા ટીમનું ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાય તે માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

