દાહોદ જિલ્લાની ૦૬ વિધાનસભા બેઠક માટે આગામી ૨૩મી નવેમ્બરે રણશીંગું ફુંકાશે : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૦૬ વિધાનસભા બેઠકના પ્રચાર માટે દાહોદ ખાતે આવશે
રિપોર્ટર- નીલ ડોડીયાર
વિધાનસભાની ચુંટણી નજીક આવતાંની સાથે દાહોદ જિલ્લાની ૦૬ વિધાનસભાના ઉમેદવારો પણ જાહેર થઈ ગયાં છે અને ચુંટણી માહોલ પણ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આગામી ૨૩મી તારીખ વિધાનસભાની ચુંટણી પુર્વે મહત્વની સાબીત થનાર છે. તારીખ ૨૩મી નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાહોદ શહેરમાં આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના આગમનની પુર્વ તૈયારીઓમાં ભારતીય જનતા પાર્ટી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ તડામાર તૈયારીઓમાં જાેતરાઈ ગયાં છે.
વિધાનસભાની ચુંટણી નજીક આવતાં તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂં કરી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાની ૦૬ વિધાનસભા બેઠક માટે તમામ પાર્ટીઓના ઉમેદવારોની પણ જાહેર થઈ ચુંકી છે. આ વખતની વિધાનસભાની ચુંટણી રસાકસીના માહોલ વચ્ચે યોજાનાર હોવાનું પણ તજજ્ઞો દ્વારા કહેવાઈ રહ્યું છે તે માટે તમામ પક્ષો દ્વારા પોતાની પાર્ટીના ઉમેદવારોને જીતાવડા માટે કમર કસી છે ત્યારે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફરી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુંટણી પહેલા પધારવા છે. દાહોદ જિલ્લાની ૦૬ વિધાનસભાની ચુંટણીના પ્રચાર અર્થે તારીખ ૨૩મી નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી દાહોદના ખરોડ મુકામે જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન મોદી ૨૩મી તારીખ આવનાર હોવાના સમાચાર મળતાંની સાથે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂં કરી દીધી છે. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુચારૂ આયોજન માટે બેઠક પણ યોજાઈ હતી. અગાઉ દાહોદ જિલ્લામાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ભવવંત માન જેવા નેતાઓ પણ પોતાની પાર્ટીના પ્રચાર પ્રસાર માટે આવી ચુક્યાં છે ત્યારે આવનાર વિધાનસભાની ચુંટણી દાહોદ જિલ્લા માટે કેવા પ્રકારના પરિણામો જાહેર કરશે તેના પણ સૌ દાહોદ જિલ્લાવાસીઓની નજર મીંડરાયેલી છે.