વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસનું સેનાના જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી : દાહોદ જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં દાહોદ જિલ્લા પોલીસ સીઆરપીએફ આરપીએફ સહિતના જવાનોએ શહેરના રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ યોજી : દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકો પર સેનાના જવાનો સાથે પોલીસે ફ્લેગ માર્ચ યોજી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન તારીખ 5 ડિસેમ્બરે યોજાશે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તેમજ મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસવડાની આગેવાનીમાં પોલીસના જવાનો તેમજ સીઆરપીએફ બીએસએફ અને આરપીએફના જવાનોની ટુકડીઓની સાથે પોલીસનું દાહોદના રાજમાર્ગો ઉપર શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સાથે સાથે દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર દાહોદ જિલ્લા પોલીસે સેનાના જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી હતી.
ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીની હવે અંતિમ ઘડીઓ આવી ગઈ છે ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થતા ઉમેદવારો દ્રારા રાત્રી દરમિયાન ખાટલા અને બંધ બારણે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે બે દિવસ બાદ યોજાનારા બીજા તબક્કાના મતદાનને લઈ દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા બેઠકો પર ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્તિથી જળવાઈ રહે તેમજ ચૂંટણી શાંતીપૂર્ણ પ્રક્રિયામાં સંપન્ન થાય તે માટે દાહોદ જિલ્લા પોલીસે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે. દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકો પર ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે દાહોદ જિલ્લા પોલીસે આર્મીના જવાનો સાથે ફ્લેક માર્ચ યોજી હતી.સાથે સાથે દાહોદ 132 વિધાનસભા બેઠક પર યોજાનાર મતદાનને લઈ આજરોજ દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણા આઈપીએસ શિવમ વર્મા ASP જગદીશ બાંગરવા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ કે એન લાઠીયા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ મહેશ દેસાઈ તેમજ દાહોદના પોલીસ કર્મીઓ તેમજ સેનાના જવાનો સાથે શહેરના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરી ફ્લેગ માર્ચ કાઢી હતી. સેવા સેનાના જવાનો સાથે પોલીસ જવાનોનો કાફલો ચાર થાંભલા, દાહોદ રેલવે સ્ટેશન અને ઠક્કર ફળીયા થઈ ગોદીરોડ પહોંચ્યો હતો. ત્યાંથી અંડરબ્રિજ, ચાકલીયા રોડ થઈ પરત પોલીસ હેડ ક્વાટર ખાતે પરત ફર્યો હતો.