ફતેપુરા તાલુકાના સુખસરમાં અજાણ્યા વાહન ચાલકે 28 વર્ષીય યુવાનને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૪

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા વાહન ચાલકો દિન પ્રતિદિન વાહન અકસ્માતો નોતરી રહ્યા છે.બીજી બાજુ પંથકમાં વાહન ચાલકો પ્રત્યે પોલીસ તથા આર.ટી.ઓ ની મિલી ભગતથી નબળી કામગીરીના લીધે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.અને મોતને પણ ભેટી રહ્યા છે.ત્યારે પંથકમાં દોડતા વાહનોની ગતિ મર્યાદા ઉપર રોક લગાવવા તેમજ વધતા જતા અકસ્માતો ઉપર કાબુ મેળવવા આર.ટી.ઓ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવું ખૂબ જ અગત્યનું જણાઈ રહ્યું છે.વધતાં જતા અકસ્માત બનાવવાના સિલસિલામાં વધુ એક અકસ્માત નો બનાવ આજરોજ વહેલી સવારના બનવા પામ્યા છે.જેમાં પગદંડી જઈ રહેલા એક યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડર્ફેટમાં લઈ અકસ્માત સર્જતા માથાના પાછળના ભાગે,મોઢા ઉપર તેમજ હાથે ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરાના મૂળ મારગાળા ગામના વતની અને હાલ સુખસરના મારગાળા ક્રોસિંગ પાસે ઝાલોદ હાઇવે માર્ગની બાજુમાં રહેતા ગીરીશભાઈ રજનીકાંતભાઈ ડામોર ઉંમર વર્ષ 28 નાઓ આજરોજ સવારના 6:30 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી નદી બાજુ કુદરતી હાજતે જઈ રહ્યા હતા.

તેવા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગિરીશભાઈને પોતાના કબજાના વાહન ઉપરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જતા માથાના પાછળના ભાગે,મોઢા ઉપર તથા હાથે જીવલેણ ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે અજાણ્યો વાહન ચાલક પોતાના કબજાના વાહનને સ્થળ ઉપરથી લઇ ભાગી છૂટ્યો હતો.
અત્રે એ પણ નોંધનિય બાબત છે કે,અકસ્માતનો ભોગ બનેલા યુવાનની તેના ભાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી.જેમાં સૂચિ પત્રમાં મૃતક યુવાનના નામનો ઉલ્લેખ કરવામાં નહીં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ એફઆઇઆર નોંધાતા તેની માહિતી ઓનલાઇન કરવાની હોય છે. છતાં બનાવના 12 કલાક બાદ પણ ફરિયાદ ઓનલાઈન થઈ નહીં હોવાનું પણ જાણવા મળે છે.
બનાવ સંબંધી મૃતક ભાઈના ભાઈ સંજયભાઈ રજનીકાંતભાઈ ડામોર ના ઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં મૃતકની લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવી પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી સુખસર પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી અકસ્માત સર્જી ભાગી છૂટનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: