અજાણ્યા વાહને રોડ ક્રોસ કરતા રાહદારીને ટક્કર મારતાં એક નું મોત

નરેશ ગનવાણી – બ્યૂરોચીફ્ – નડિયા

અજાણ્યા વાહને રોડ ક્રોસ કરતા રાહદારીને ટક્કર મારતાં એક નું મોત
નડિયાદ તાલુકાના ગુતાલ ગામની સીમમાં પસાર થતાં નેશનલ હાઇવે ૪૮ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજરના કારનો ડ્રાઇવર અમીત રામકુમાર પટેલ કાર લઈને હાઈવે પર આવ્યા હતા. કાર હાઈવેની સાઈડમાં પાર્ક કરી અમીત સામે રોડ ક્રોસ કરતા હતા. આ દરમિયાનઅમદાવાદ તરફથી આવતાં કોઈ અજાણ્યા વાહને અમીતભાઈને ટક્કર મારી હતી અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. કારની ટક્કર વાગતાં અમીતભાઈ ફંગોળાઈ ગયા અને રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આસપાસના લોકોએ તુરંત ૧૦૮ને જાણ કરી હતી અને ટીમે સ્થળ પર પહોંચી તપાસતા અમીતભાઈ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!