ઝાલોદ તાલુકાના એમ.એલ.એ મહેશ ભૂરિયાને મુખ્યમંત્રીના મંત્રી મંડળમાં સમાવે તેવી જનતાની લોકચાહના
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના એમ.એલ.એ મહેશ ભૂરિયાને મુખ્યમંત્રીના મંત્રી મંડળમાં સમાવે તેવી જનતાની લોકચાહના
ચૂંટણી પહેલા અમિતશાહ દ્વારા ઝાલોદ તાલુકાને સહુ થી વધુ બજેટ આપી વિકાસની વાત કરી હતી
ઝાલોદ તાલુકાના કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડનાર ભાજપના દબંગ નેતા મહેશ ભૂરિયા ૩૫૫૩૨ જેવા જંગી વોટો થી વિજેતા થયેલ છે, દરેક લોકોની સદા પડખે અને ખભે થી ખભા મિલાવી ચાલનાર મહેશ ભૂરિયાની જીતથી તાલુકાની પ્રજાને સંતોષ નથી તેઓને ગુજરાતના ભાજપના મુખ્યમંત્રીના મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી લોકચાહના વધી છે. તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ અને પ્રજા મહેશ ભૂરિયા મંત્રી બને અને આ તાલુકો હજુ વધુ વિકસિત બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ચૂંટણી જંગ પહેલા અમિતશાહ ચૂંટણી સભા સંબોધવા આવ્યા હતા ત્યારે ઝાલોદ તાલુકાના વિકાસ માટે સહુથી વધુ બજેટ આપી તાલુકાના વિકાસને પ્રાધાન્ય આપીશું તેમ કહ્યું હતું અને જો કોઈ મંત્રી કેબિનેટમાં હશે તો જ આ વિસ્તારનો વિકાસ વધુ થશે તેવું લોકોનું માનવું છે. તેથી તાલુકાના લોકો મહેશભૂરિયા ને મંત્રી બનાવે તેવું ઇચ્છી રહ્યાં છે.