દાહોદ જિલ્લામાં સૌપ્રથમ વાર બનશે કદવાલ ગામે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર ઘર બનાવવા માટે આપેલ દાતા શ્રીઓનો વિક્રમ ડામોરે માન્યો આભાર
રિપોટર -પંકજ પંડિત – તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
દાહોદ જિલ્લામાં સૌપ્રથમ વાર બનશે કદવાલ ગામે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર ઘર બનાવવા માટે આપેલ દાતા શ્રીઓનો વિક્રમ ડામોરે માન્યો આભાર
કદવાલ ગામના મોટા ફળિયામાં રહેતા વિધવા અને દિવ્યાંગ મહિલા ઇન્દિરાબેન દિનેશભાઈ ડામોર છેલ્લા ઘણા સમયથી નાની એવી ઝૂંપડીમાં પોતાનું જીવન ગુજારતા હતા.પતિનું મરણ થયાં પછી પોતાનું ગુજરાંત ચલાવવું થોડું અઘરું બન્યું હતું, ત્યારે સામાજીક કાર્યકર્તા વિક્રમ ડામોરે આ વાતની જાણ તેમના મિત્ર મનસુખભાઇ ભીલ અને સચિન ભીલ ને જણાવતા આ ત્રણે મિત્રોએ મળીને આ મહુમ ઉપાડી હતી. આ ઘર સોશીયલ મિડીયા ના માધ્યમથી અને ગામ લોકોના સહયોગ થી બની રહ્યું છે ત્યારે લગભગ કામ પૂર્ણ થવા આવ્યું છે. કદવાલ ગામનો આ યુવક વિક્રમ ડામોર અનેક પ્રકારે ગામના લોકોને મદદરૂપ થઈ રહ્યો છે આ યુવકે થોડા સમય પહેલા ગામમાં ચાલતો સસ્તા અનાજની દુકાનો ભ્રસ્ટાચાર પણ બહાર પાડ્યો હતો અને દુકાનદારને સસ્પેન્ડ કરાવ્યો હતો. ત્યારે ગરીબ જનતાનું કહેવું છે કે વિક્રમ ડામોર જેવો યુવાન અમારા ગામમાં હશે ત્યાં સુધી ભ્રસ્ટાચારીઓ અને લૂંટારાઓને છોડશે નહિ અને આમ જનતાનો હંમેશા વિક્રમ ડામોરને સહયોગ રહેશે