ઝાલોદ તાલુકાના સી આર સી કલજીની સરસવાણી ખાતે આજરોજ ક્લસ્ટર કક્ષાએ વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022 ની ઉજવણી કરવામાં આવી
રિપોટર – પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના સી આર સી કલજીની સરસવાણી ખાતે આજરોજ ક્લસ્ટર કક્ષાએ વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022 ની ઉજવણી કરવામાં આવી જેમાં ક્લસ્ટર ની તમામ શાળાઓ એ ભાગ લીધો અને બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ કૃતિઓ અને ગાણિતિક નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા અંતે પ્રથમ આવેલ બાળકોને ક્લસ્ટર ના સી આર સી શ્રી સોહેલભાઈ એસ ડાહ્યા થકી પુરસ્કાર રૂપી ઈનામ તેમજ પ્રમાણપત્ર આપી બ્લોક કક્ષાએ સારું પ્રદર્શન કરે તે માટે તેમના માર્ગદર્શક શિક્ષકો અને બાળકોને આહ્વાન કરવામાં આવ્યું.