નડિયાદ પશ્ચિમમાં ૪ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરાયા
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ શહેરના માઈ મંદિર રોડ પર નહેર પાસે આવેલા સાવલિયાનગર સોસાયટીમાં રહેતા યજ્ઞેશબાલમુકુંદભાઈ શાહ તેમના ધંધાના કામકાજ અર્થે ઈકો ગાડી લીધી હતી.ગત ૯મી ડિસેમ્બરના રોજ પોતાની ગાડી લઈને મહેમદાવાગયા હતા. જ્યાંથીમોડી રાત્રે પોતાના ઘરે આવીસોસાયટીના આંગણા બહારઈકો કાર પાર્કકરી હતી.બીજા દિવસ સવારે પોતાનાધંધાર્થે જવાના હોવાથી યજ્ઞેશએપોતાની કાર ચાલુ કરતા ઇકોકારનો અવાજ બદલાયેલોહતો. તપાસ કરતાં સાઈલેન્સર ચોરાઈ ગયું હતું. આ બાદ વધુ તપાસમા નડિયાદ ચાંદની ચોક,લક્ષ્મી કોલોની ખાતે રહેતાઅશોક પ્રેમચંદભાઈ ચંદવાણીની ઇકો ગાડી જૂના ડુબ્રાલ રોડ પર આવેલી સંસ્કૃતિ કુંજસોસાયટીમાં રહેતા દર્શનાબેનદિનેશભાઈ રાવની ઇકો ગાડીનાસાઈલેન્સરો આ રાત્રિ દરમિયાચોરાઈ ગયાહોવાનું જાણવા મળ્યું હતું.કુલ ૪ ઈકો કારના સાઈલેન્સરોનીચોરીથયા છે ગત ૭મી ડિસેમ્બરના રોજશહેરના મહેશ વાટિકા પાસેકેનાલ પર પારીજાત રેસીડેન્સીખાતે ફાર સેફ્ટીનું કામ કરવા આવેલા અમદાવાદના અસલાલી ખાતે રહેતા ઉમેશ સીતારામયાદવના ઈકો કાર નુ પણ સાઈલેન્સર ચોરાઈ ગયું હતું. આમ કુલ ૪ ઈકો કારના સાઈલેન્સરોની ચોરી કિંમત રૂપિયા ૧ લાખ ૬૦ હજારની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી હોવાની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસમાં
નોધાઈ છે.


