દાહોદમાંથી બે જુદી જુદી જગ્યાએથી બે મોટરસાઈકલની ઉઠાંતરી

દાહોદ તા.૦૪
દાહોદ શહેરમાંથી બે જુદી જુદી જગ્યાએથી મોટરસાઈકલ ચોરોએ પોતાનો કસબ અજમાવી બે મોટરસાઈકલની ઉઠાંતરી કર્યાનું જાણવા મળે છે.
મોટરસાઈકલ ચોરોની પ્રથમ બનાવ દાહોદ શહેરના સ્ટેશન રોડ Âસ્થત ગુલશનની ગલી Âસ્થત બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે ગામતળ ફળિયામાં રહેતા સમીરભાઈ મકનાભાઈ બારીયા ગત તા.૩૦.૧૦.૨૦૧૯ના રોજ દાહોદ ખાતે આવ્યા હતા અને પોતાની મોટરસાઈકલ ગુલશનની ગલી Âસ્થ લોક મારી પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી સમીરભાઈની મોટરસાઈકલની ઉઠાંતરી કરી નાસી જતા આ સંબંધે સમીરભાઈ મકનાભાઈ બારીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજા બનાવ પણ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના દેવધા ગામે મોઢીયા ફળિયામાં રહેતા કનુભાઈ રાજીયાભાઈ દેહદાએ પોતાની મોટરસાઈકલ દાહોદ શહેરના મામલતદાર કચેરીની સામે પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે કનુભાઈ રાજીયાભાઈ દેહદાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: