ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી એક ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ
દાહોદ તા.૦૪
ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્ન કરવાની લાલચ આપી એક યુવક અપહરણ કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.
રાજસ્થાનના બાંસવાડા જીલ્લામાં ગાંગરડતલાઈ તાલુકામાં ગડુલી ગામે રહેતા પ્રભુભાઈ વાલુભાઈ મછારે ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્ન કરવાની લાલચ આપી પÂત્ન તરીકે રાખવાના ઈરાદે અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

