દાહોદ શહેરમાં આવેલ રાત્રી બજાર ખાતેની ૨૦ દુકાનોને સ્માર્ટ સીટી અંતર્ગત વિકાસના કામે સોંપવાની હોવાથી ૨૦ દુકાનદારોના ભાડુઆતોને ૨૪ કલાકોમાં તમામ દુકાનો ખાલી કરવાના નગરપાલિકાના આદેશો સાથે શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
નીલ ડોડીયાર
દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત હવે ચુંટણી પત્યા બાદ સ્માર્ટ સીટી અંતર્ગતની કામગીરી પુરજાેશમાં ચાલવાની છે ત્યારે દાહોદ શહેરના હાર્દ સમા એવા સ્ટેશન રોડ ખાતે આવેલ રાત્રી બજાર ખાતે સ્માર્ટ સીટી અંતર્ગત કામગીરી કરવાની હોઈ દાહોદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રાત્રી બજાર ખાતે આવેલ ૨૦ દુકાનદારોને ૨૪ કલાકની અંદર તમામ દુકાનો ખાલી કરી દેવાની લેખિત સુચનાઓ સાથે આદેશ કરતાં રાત્રી બજારના ભાડુઆતોમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. દાહોદ શહેરમાં આવેલ આ રાત્રી બજાર લોકો માટે હરવા ફરવા તેમજ ખાણીપીણી માટેનું સ્થાન છે. લોકો સમી સાંજે અને મોડી રાત્રી સુધી આ સ્થળે હરવા ફરવા તેમજ ખાણીપીણી માટે આવે છે ત્યારે રાત્રી બજારને સ્માર્ટ સીટી અંતર્ગત કામગીરીમાં ફેવવાના હેતુસર આ ૨૦ દુકાનોને ખાલી કરવાના સમાચાર વાયુવેગે શહેરમાં ફેલાતાં દાહોદ શહેરવાસીઓમાં પણ સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેરમાં હાલ સ્માર્ટ સીટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે તેમાંય નવીન રસ્તાઓ પણ બનાવવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં સ્માર્ટ સીટીનું કામકાજ પુરજાેશમાં ચાલશે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.


