ઝાલોદ જૈન સમાજ દ્વારા સમેત શિખરને પર્યટક સ્થળ બનાવવાના વિરોધમાં પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોટર પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ જૈન સમાજ દ્વારા સમેત શિખરને પર્યટક સ્થળ બનાવવાના વિરોધમાં પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું નગરના જૈન સમાજના સહુ લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા
છેલ્લા ઘણા સમયથી આખા દેશમાં જૈનોનાં પવિત્ર તીર્થ સ્થળ સમેત શિખરને પર્યટન સ્થળ ઘોસિત કરવા અંગે આખાં ભારત દેશના જૈન સમાજના લોકોની લાગણી દુભાઈ છે. પર્યટક સ્થળ બનાવતા સમેત શિખર ખાતે પર્યટકો વધુ આવે અને જે પવિત્રતા સ્થળની જળવાવી જોઈએ તે જળવાય નહીં તેવો જૈન સમાજનુ મંતવ્ય છે. જે પવિત્ર સ્થળે મોટા મોટા જૈન મુનિયોએ તપસ્યા કરેલી તે સ્થળ ઉપર કોઈ પણ વ્યક્તિ પાન મસાલા કે કોઈ પણ ખાધ વસ્તુના પડીકાઓ થી ગંદુ કરે તેવી શક્યતાઓ છે .
જૈન સમાજનું પવિત્ર તિર્થ સ્થાન ઝારખંડના સમેત શિખર ખાતે આવેલ છે .જેને ઝરખંડની સોરેન સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની જાહેરાત કરતા સમગ્ર દેશ-વિદેશમાં વસતા જૈન સમાજ દ્વારા પવિત્ર તીર્થનું મહિમા ખંડન ,તીર્થની પવિત્રતા અને આસ્થાને દયાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે .જેને અનુલક્ષીને આજરોજ ઝાલોદ જૈન સમાજ દ્વારા ઝાલોદના પ્રાંતધિકારી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપીને સોરેન સરકાર ના નિર્ણયનો વિરોધ કરી ફેરવિચારણ કરવા માટેની લાગણી અને માંગણી વ્યક્ત કરતું આવેદન પત્ર આપ્યું હતું જેને સ્વીકારીને પ્રાંત અધિકારીએ જૈન સમાજની લાગણીને યોગ્ય કાર્યવાહી કરીને સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.