દાહોદ તાલુકાના મુવાલીયા ગામેથી એક બંધ મકાનમાંથી પોલીસે કુલ રૂ.૬૦ હજારનો પ્રોહી જથ્થા જપ્ત કર્યાે
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના મુલાવીયા ગામે એક અવાવરૂ બંધ મકાનમાંથી પોલીસે કુલ રૂ.૬૦,૦૦૦ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકા પોલીસે ગત તા.૧૦.૧૧.૨૦૧૯ ના રોજ મુવાલીયા ગામે હજારીયા ફળિયામાં આવેલ એક જુના પતરાવાળા તાળુ મારેલ અવાવરૂ બંધ મકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમે પ્રોહીનો ધંધો કરવા સારૂ મકાનમાં વિદેશી દારૂ મુકી રાખ્યો હતો. પોલીસે આ મકાનનું તાળુ તોડી અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૩૬૦ જેની કુલ કિંમત રૂ.૬૦,૦૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.