દાહોદ તાલુકાના મુવાલીયા ગામેથી એક બંધ મકાનમાંથી પોલીસે કુલ રૂ.૬૦ હજારનો પ્રોહી જથ્થા જપ્ત કર્યાે

દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના મુલાવીયા ગામે એક અવાવરૂ બંધ મકાનમાંથી પોલીસે કુલ રૂ.૬૦,૦૦૦ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકા પોલીસે ગત તા.૧૦.૧૧.૨૦૧૯ ના રોજ મુવાલીયા ગામે હજારીયા ફળિયામાં આવેલ એક જુના પતરાવાળા તાળુ મારેલ અવાવરૂ બંધ મકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમે પ્રોહીનો ધંધો કરવા સારૂ મકાનમાં વિદેશી દારૂ મુકી રાખ્યો હતો. પોલીસે આ મકાનનું તાળુ તોડી અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૩૬૦ જેની કુલ કિંમત રૂ.૬૦,૦૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

One thought on “દાહોદ તાલુકાના મુવાલીયા ગામેથી એક બંધ મકાનમાંથી પોલીસે કુલ રૂ.૬૦ હજારનો પ્રોહી જથ્થા જપ્ત કર્યાે

  • March 23, 2026 at 12:37 pm
    Permalink

    đăng ký XN88 có hệ thống tường lửa chống DDoS – đảm bảo trang web luôn truy cập được ngay cả trong các đợt tấn công mạng quy mô lớn. TONY03-20

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!