પીપલોદ પોલિસે ભથવાડા ટોલનાકા પરથી વાહન ચેકીંગ દરમ્યાન વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથે બે ની અટકાયત.
રમેશ પટેલ નીલ ડોડીયાર
દાહોદ તા. ૨૩
પીપલોદ પોલિસે ભથવાડા ટોલનાકા પરથી વાહન ચેકીંગ દરમ્યાન ૭૧૦૦૦ ઉપંરાતની કિમતના વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથએ ઇનાવો ગાડી પકડી પાડી ત્રણ લાખની કિમતની કાર તથઆ રૂા. ત્રણ હજારની કિમતનાં ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૩૭૪૧૦૬ ના મુદ્દામાલ સાથે ગાડીના ડ્રાઈવર સહિત બે જણાની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
આગામી થર્ટી ફસ્ટનાં દિવસે વિદેશી દારુના વધતી જતી માંગને પહોંચી વળવા તેમજ દાહોદ જિલ્લામાં વિદેશી દારુની રેલમઝેલ કરવાં જિલ્લાના બુટલેગરો સક્રિય બન્યા છે ત્યારે બીજી તરફ જિલ્લાના બુટલેગરોની ઇચ્છા પર પાણી ફેરવવા જિલ્લાની પોલિસ વડા સક્રીય બની છે અને પડોશી રાજ્યો મ.પ્રદેશ તેમજ રાજસ્થાના સરહદી નાકાઓ પર પોલિસગ્રસ્ત વધારી દીધી છે તેમજ જિલ્લામાં દારૂ પ્રવેશતો અટકાવવા પોલિસ તમામ નાકાઓ પર પણ સંતર્કતા વધારી દીધી છે તમજ પોતાના બાતમીદારોને પણ પોલિસે વધુ સક્રીય રહેવા સુચના આપી દીધી છે તેમજ પોતાની બાતમીદારોને પણ પોલિસે વધુ સક્રીય રહેવા સુચના આપી દીધી છે તેવા સમયે પીપલોદ પોલિસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દર્યાન દાહોદ તરફથી સફેદ કલરની એખ ઇનાવો કારમાં વિદેશી દારુ તથા બિયર ભરી ગોધરા તરફ જનાર છે તેવી બાતમીને આધારે પીપલોદ પીએસઆઈ જી.બી. પરમાર હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ શકનભાઈ, પોલિસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ગલાભાઈ, અલ્કેશભાઈ રમણભાઈ તથા વસંતભથાઈ માનાભાઈ વગેરે ભથવાડા ટોલનાકા પર નાકતાબંધી કરી ત્યાંથી પસાર થતી તમામ ગાડીઓ પર બાજ નજર રાખી રહ્યા હતા તે દર્મયાન બાતમીમાં દર્શાવેલ સફંદ કલરની ઇનોવાર કાર નજીક આવતા જ નાકાબંધી ઉભેલ પીપલોદ પોલિસ તે કારને રોકી ચારેબાજુથી ઘેરી લીધી હતા તથા પાછળની સીટ પર બનાવેલ ચોર ખાનામાં સંતાડી રાખેલ રૂા. ૭૧૧૦૬ ની કિમતના ભારતીય બનાવટનાં વિદેશી દારૂ તથા બિયર ટીન મળી કુલ બોટલ નં. ૬૩૦ પકડી પાડી ગાડીના ચાલક છોટાઉદેપુર જિલ્લાના સનાડા ગામના હિતેશ શબ્બીરભાઈ રાઠવા તથા અનિલકુમાર રણજીતસિંહ રાજપુતની અટક કરી બંન્ને જણાની અંગજડતી લઇ બંન્ને પાસેથી કુલ રૂા. ત્રણ હજારની કિમતના ત્રણ મોબાઈલ ફોન ઝડપી પાડી સદર દારૂ બીયરના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ત્રણ લાખની કિમતની ઇનોવા કાર ણળી કુલ ૩૭૪૧૦૬ ના મુદ્દામાલ કબ્જે તે બંન્ને વિરૂદ્ધ પ્રોહી બીશનનો ગુનો નેાંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


