શ્રી અલખધામ રામદેવજી મંદિર જેસાવાડા ખાતેપોષી બીજ નિમિત્તે ધજા નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો.
નીલ ડોડીયાર

શ્રી અલખધામ રામદેવજી મંદિર જેસાવાડા ખાતેપોષી બીજ નિમિત્તે ધજા નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો.
ગરબાડા તારીખ 25
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે શ્રી અલખધામ રામદેવજી મંદિર ખાતે પોશીબીજ નિમિત્તે ધજા ભક્તમતી જ્યોતિબેન ભરતભાઈ સોની તરફથી ચઢાવવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટીઓ, ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગ શ્રી રામદેવજી સેવા ટ્રસ્ટ જેસાવાડા ની વાર્ષિક સાધારણ સભા ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઈ જયસ્વાલ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. ટ્રસ્ટમાં નવીન સામાન્ય સભ્યો, કારોબારી સભ્યો અને ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવામાં આવી હતી. સભાનું સંચાલન ટ્રસ્ટના મંત્રી કિરણસિંહ ચાવડાએ કર્યું હતું અને તેમણે મંદિરમાં તન મન ધન થી સાથ અને સહકાર આપનાર સૌ દાતાશ્રીઓ સભ્યશ્રીઓ ભક્તજનોનો આભાર માન્યો હતો.
પ્રકાશિત સાથે.

