કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી
સિંધુ ઉદય
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી
રાષ્ટ્રીય કિસાન દિવસ ભારત દેશના પાંચમા માન. પ્રધાનમંત્રીશ્રી અને ખેડૂત સ્વ. ચૌધરી ચરણસિંહના જન્મ દિવસ નિમિતે ઉજવવામાં આવે છે. ત્યારે ગત તા. ૨૩ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી ડૉ. કે.બી. કથીરિયા, કુલપતિશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના ઉમદા માર્ગદર્શન દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સવારના સેશનમાં ડૉ. એચ. એલ. કાચા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે, દાહોદ દ્વારા આવેલ ખેડૂતભાઈઓને આવકાર્યા હતા. તેમજ ભારતીય કૃષિમાં ઇતિહાસથી આજ દિન સુધી દેશના ખેડૂતોનું શું યોગદાન રહ્યું છે તે વિશે જણાવ્યું હતું. ત્યારબાદ ડૉ. એન. કે. રાઠોડ, વૈજ્ઞાનિક (પાક સરંક્ષણ) દ્વારા પરંપરાગત કૃષિથી આધુનિક કૃષિમાં બદલાવ લાવવા ખેડૂતોને ઉત્સાહિત કર્યા હતા. ડૉ. જી. કે. ભાભોર, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)એ આઝાદ ભારતમાં ક્રાંતિકારી બદલાવ પાછળ ખેડૂતોનું યોગદાન અંગે સમજ આપી. ત્યારબાદ ડૉ. આર. રાધા રાની, વૈજ્ઞાનિક (પશુ પાલન)એ પશુપાલન થકી કૃષિમાં બદલાવ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા. જ્યારે હર્ષ પંડ્યા (એસ.એમ.એસ. – ડામૂ યોજના) દ્વારા આધુનિક ખેતીમાં હવામાનની અગત્યતા વિષે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં બપોર બાદના સેશનમાં કુલપતિ ડૉ. કે. બી. કથીરીયા દ્વારા ઓન લાઇન માધ્યમથી મધ્ય ગુજરાતના છ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે ઉપસ્થીત ખેડૂતભાઈઓ તેમજ મહિલા ખેડૂતોને રાષ્ટ્રીય કિસાન દિવસની શુભકામના પાઠવેલ. તેમજ દેશના વિકાસમાં ખેડૂતોના મહત્વના યોગદાન વિષે ચર્ચા કરી હતી. વધુમાં કુલપતિશ્રીએ ઉમેર્યું કે આધુનિક કૃષિમાં નવા અભિગમો જેવા કે ડ્રોન ટેકનોલોજી, નેનો ફર્ટીલાઇઝર, વિગેરે આયમોનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. તેમજ હાલની પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને કોરોના અંગે જાગૃત રહી સરકારશ્રીની કોરોના સબંધિત ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા ખેડૂતોને અપીલ કરી હતી.
ત્યારબાદ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કૃષિ મંત્રાલય દ્વારા દેશ વ્યાપી લાઇવ પ્રોગ્રામનું આયોજન કરેલ જેમા કૃષિ મંત્રીશ્રી નરેંદ્ર તોમરએ દેશના તમામ ખેડુતોને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી ખેડૂતોને લાભ થયેલ. જેના કારણે દેશના ખેડૂતોએ ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવ્યા છે. જેનો લ્હાવો કાર્યક્રમમાં ઉપસ્થીત તમામ ખેડુતો, અધિકારીઓ તેમજ વૈજ્ઞાનિકોએ લીધો હતો.
આ કાર્યક્રમનુ સફળ સંચાલન શ્રી. કે. બી. ભારાઈ તેમજ કૂ. ઊર્મી ચાવરા દ્વારા કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમનાં અંતમા ઉપસ્થીત કુલ ૫૯ ખેડુતભાઇઓને વિવિધ વિસ્તરણ સાહિત્ય આપી કાર્યક્ર્મને પૂર્ણ જાહેર કરેલ.