મહેમદાવાદના સિહુજ રોડ પર પ્લયવુડ ની ફેક્ટરીમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ
નરેશ ગનવાણી બ્યૂરોચીફ નડિયાદ
મહેમદાવાદના સિહુજ રોડ પર પ્લયવુડ ની ફેક્ટરીમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ મહેમદાવાદ તાલુકાના વરસોલા સિહુજ રોડ પર આવેલ વમાલી ગામની સીમમાં સ્વસ્તિક પ્લાયવુડ ફેકટરીમાં
ગુરુવારની વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીના માલિકે તુરંત નડિયાદ અને મહેમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરી આથી નડિયાદના બે વોટરબ્રાઉઝર અને મહેમદાવાદનુ એક વોટરબ્રાઉઝર અહીયા પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સ્થિતિ ભયાનક બનતાં અને આગ કાબુમાં ન આવતાં આણંદ અને વિદ્યાનગર તથા અમદાવાદના ૧-૧ વોટરબ્રાઉઝર મંગાવવામાં આવ્યા હતા.આમ કુલ ૬ વોટરબ્રાઉઝરની મદદથી લાખો લીટર પાણીનો છંટકાવ કરી આગને સંપૂર્ણ કાબુ કરવામાં આવી આ ભીષણ આગમાં પ્લાયવુડની સીટો અને રોમટીરીયલ બળીને ખાખ થઇ ગયો હતો.જેને જે.સી.બી મશીનથી બળેલા સામાનને બહાર કાઢવામાં આવ્યો હતો. આ પ્લાયવુડની ફેકટરીમાં આગ કયા કારણોથી લાગી તે હજુ જાણી શકાયુ નથી.