દેવગઢ બારીયાના મેન્દ્રા ગામના ખેડા ફળિયાની સવાતેર વર્ષીય સગીરાને પત્ની તરીકે રાખવા તેના જ ફળિયાનો એક યુવાને કર્યું અપહરણ
રિપોટર નીલ ડોડીયાર દાહોદ
દાહોદ તા.૨૯ દેવગઢ બારીયાના મેન્દ્રા ગામના ખેડા ફળિયાની સવાતેર વર્ષીય સગીરાને પત્ની તરીકે રાખવા તેના જ ફળિયાનો એક યુવાન અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળ્યું છે. મેન્દ્રા ગામના ખેડા ફળિયામાં રહેતા રંગીનભાઈ ધનજીભાઈ ભાભોર નામનો યુવાન તેના જ ફળિયામાં રહેતી ૧૩ વર્ષ ૩ માસી ઉંમરની સગીરાને પત્ની તરીકે રાખવા માટે પ્રેમના પાઠ ભણાવી, પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. આ સંબંધે અપહૃત સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે દે.બારીયા પોલિસે મેન્દ્રા ગામના અપહરણકર્તા રંગીતભાઈ ધનજીભાઈ ભાભોર વિરૂધ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.