પકડીને લાવેલા ચાકલિયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીએ વહેલી સવારે દાહોદ એલસીબી કચેરીના લોકઅપના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

રિપોટર નીલ ડોડીયાર

દાહોદ તા.૨૯ ગતરાતે પકડીને લાવેલા ચાકલિયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીએ વહેલી સવારે દાહોદ એલસીબી કચેરીના લોકઅપના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં સોપો પડી જવા પામ્યો છે. જ્યારે આ ઘટનાના પગલે જિલ્લા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મધ્યપ્રદેશના થાંદલા ગામના રહેવાસી ૩૮ વર્ષીય દિનેશભાઈ રામજીભાઈ કિશોરી ચાકલિયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો આરોપી હોય તેની દાહોદ એલસીબી પોલિસે ગતરાતે ૧૦.૩૦ વાગ્યે ઘરપકડ કરી હતી અને પુછપરછ માટે દાહોદ એલસીબી કચેરીએ તેને લાવવામાં આવ્યો હતો આ આરોપીએ કોઈ કારણસર આજે વહેલી સવારના ૫.૦૦ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન એલસીબી કચેરીના લોકઅપના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મરણ જનાર આરોપી દિનેશભાઈ રામજીભાઈ કિશોરીની લાશનું પંચનામું દાહોદ એસડીએમની રૂબરૂમાં કરચાવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતના ગુનાની નોંધી કરવામાં આવી હતી. મૃતકની લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોગકલી આપવામાં આવી હતી. કસ્ટોડિયલ ડેથનો બનાવ હોવાથી આ મામલાની સંપૂર્ણ તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: