આગામી વર્ષે ૧૧ ફે્બ્રુઆરીએ યોજાશે નેશનલ લોક અદાલત
આગામી વર્ષે ૧૧ ફે્બ્રુઆરીએ યોજાશે નેશનલ લોક અદાલત
લોકઅદાલતના માધ્યમથી સમાધાન ઇચ્છતા તમામ પક્ષકારોએ સંબધિત કોર્ટનો સંર્પક કરવો
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા અને સંજેલી કોર્ટોમાં આગામી વર્ષ ૨૦૨૩ માં તા.૧૧ ફેબ્રુઆરી શનીવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે નેશનલ લોક અદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હીના આદેશથી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમા ચેરમેન અને જયુડી. મેજીસ્ટ્રેટશ્રીના અધ્યક્ષ સ્થાને આ લોક અદાલત યોજાશે.
આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમા ચાલતા ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, નેગોશીયેબલ કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસો, બેંક રીકવરી વળતરના કેસો, વાહન અકસ્માતના રિર્પોટવાળા કેસો તથા દરખાસ્તો સહિત કૌટુંબિક તથા લગ્નજીવનને લગતા કેસો, શ્રમયોગી સંબધિત તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, વીજળી તથા લાઇટ બીલના કેસો (ચોરી સિવાયના કેસો), દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધિત, બેંક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે. વધુમાં ઉક્ત જણાવેલ કેસોમાં લોકઅદાલતના માધ્યમથી સમાધાન કરવા ઇચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબધિત કોર્ટનો સંર્પક કરી તાત્કાલીક અરજી કરવી. જેથી સામા પક્ષકારને નોટીશ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પૂરો કરી શકાય. પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોનાં કાર્યક્ષેત્રમાં હોય ત્યાં પક્ષકાર પોતાના વકીલશ્રી સાથે સંબધીત કોર્ટમાં કેસ બાબતે લોક અદાલતમાં મુકવા સંર્પક કરી શકાશે. લોક અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ આવે છે. અને વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતરના નાણાં ઝડપથી મળે છે. આ લોકઅદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોકઅદાલતમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર કેસો મૂકવા માટે દાહોદ જિલ્લાના દરેક વિ. વકીલશ્રીઓને તથા નાગરીકોને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી કમલ એમ. સોજીત્રાએ એક યાદીમાં જણાવ્યું છે.