જેસાવાડા ખાતે નિશુલ્ક મહાનેત્ર યજ્ઞ આંખોના મોતિયા ઓપરેશન કેમ્પ તારીખ 4 અને 5 જાન્યુઆરી 2023 ના રોજ યોજવામાં આવશે.
રબાડા તારીખ 30 વૃદ્ધોની આંખોના મોતિયા આવવાથી તેમનું પાછલી ઉમરનું જીવન ધૂંધળી દ્રષ્ટિના કારણે કઠણાઈ અને પરાવલંબી થઈ શકે છે જેની નિસ્વાર્થ સેવા માટે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જેસાવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએચસી સરકારી દવાખાને અગામી તારીખ 4 અને 5 જાન્યુઆરી 2023 બુધવાર અને ગુરુવારે સવારે 9 થી 3 કલાક સુધી મહાન નેત્ર યજ્ઞ આંખોના મોતિયા ઓપરેશન નો કેમ્પ સરકાર શ્રી ના આરોગ્ય વિભાગ અને જેસાવાડા ગામના નાગરિકોના સહયોગ તથા અક્ષર ટ્રસ્ટ દાહોદ દ્વારા યોજવામાં આવશે જેથી જાહેર જનતાએ લાભ લેવા નમ્ર વિનંતી છે પ્રકાશિત સાથે.