વિવિધ વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર જઈ રેડ કરી તેમજ 9 જેટલી દેશી દારૂની ભટ્ટી પકડી તોડી પડાઈ

પંકજ પંડિત ઝાલોદ

ઝાલોદ પોલિસ દ્વારા 31 ડિસેમ્બરને લઈ સધન ચેકિંગ હાથ ધરી તેમજ BH ચેકિંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાં રેડ કરવામાં આવી

ઝાલોદ પોલીસ છેલ્લા કેટલાય દિવસથી એક્શન મોડમાં  જોવાઈ રહી છે. ખાસ  કરી 31 ડિસેમ્બરને લઈ વધુ આક્રમક જોવાઈ રહી છે. ૩૧ ડિસેમ્બરની આડમાં અસામાજિક વૃત્તિ ધરાવતા બુટલેગરો રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારમાંથી નગરમાંથી પસાર ન થાય તે માટે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે.

ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલ તેમજ પી.એસ.આઇ રાઠવા અને પોલિસ સ્ટાફને સાથે રાખીને નગર તેમજ ગામડાઓમાં જઈ દારુ પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. દારુ પકડવા માટે જતા વિવિધ વિસ્તારોમાંથી ૯ જેટલા દેશી દારૂના ભટ્ટા મળી આવ્યા હતા. ૯ જેટલા દેશી દારૂના ભટ્ટાનુ ચેકિંગ દરમિયાન ૧૫૦ લિટર દારુ જેની કિંમત ૩૦૦૦, વોશ લિટર ૪૪૫૦ જેની કિમત ૮૯૦૦ તેમજ ભટ્ટીના સાધનો મળી આવેલ જે તોડી ફોડી નષ્ટ કરી લાવવામાં આવનાર છે.
ઝાલોદ પોલીસ ૩૧ ડિસેમ્બરને લઈ હાઈ એલર્ટ જોવાઈ રહી છે અને બુટલેગર તેમજ અસામાજિક વૃત્તિ ધરાવનાર લોકો પર બાજ નજર રાખી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: