કપડવંજના દાસલવાડા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એસટી બસ ઘૂસી જતાં ૨૦ને ઇજા
નરેશ ગનવાણી -બ્યૂરોચીફ – નડિયાદ
નડિયાદ કપડવંજ રોડપર દાસલવાડા પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એસટી બસ ઘૂસી ગઈ હતી. જેના કારણે બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એસટી બસમાં સવાર ૬૦ મુસાફરો પૈકી ૨૦ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્ય. નડિયાદ કપડવંજ રોડ પર શનિવારની વહેલી સવારે
દાસલવાડા પાસે એસટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો.અહીંયાથી પસાર થઈ રહેલી એ.સટી બસ આગળ જઈ રહેલા લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘૂસી ગઈ હતી. એસ.ટી બસમાં સવાર અસરે ૬૦ મુસાફરો હતા આમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા જેમાંથી ૨૦ જેટલા મુસાફરોને સરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ
ખસેડાયા હતા. ડ્રવરના જણાવ્યા મુજબ સવારે ગાઢ ધુમ્મસ હોવાને કારણે આગળ જઈ રહેલું ટ્રેક્ટર ન દેખાતાં આ આકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



