નડિયાદના યુ-પીએચસી સેન્ટર નુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ


નડિયાદના યુ-પીએચસી સેન્ટર નુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું
આજ રોજ નડિયાદ ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. મંત્રીએ સરકારની આરોગ્યની કામગીરી બિરદાવતા કહ્યું કે આજે ભારત આત્મનિર્ભર ભારત થયુ છે. ભારતની કોરોનાની વેક્સિન વિદેશોમાં વેચાઈ રહી છે તે સો ભારત વાસીઓ માટે ગર્વની વાત છે. વધુમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતા મંત્રીએ કહ્યું કે, ગ્રામ્ય કક્ષાએ ૨૪૮૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમ્રગ ગ્રામીણ વિસ્તારમાં આપણા દેશમાં આવેલ છે જેની આરોગ્યની સેવાઓ થકી માનવજાતનું કલ્યાણ કરી દેશના માનવ વિકાસ સૂચકાંકમાં ઉત્તરોતર વધારો કરી રહેલ છે.હાલના સમયમાં ગ્રામીણ જન સમુદાય આર્થિક પ્રવૃત્તિ અને વધુ શિક્ષણ માટે શહેર તરફ સ્થળાંતરીત થઈ રહેલ છે. શહેર માનવ વસ્તીથી ઉભરાવા લાગ્યા છે. શહેરી વસ્તી બે ભાગમાં વહેંચાંઈ ગઈ છે. સ્લમ અને નોન સ્લમ . ખાસ કરીને આ નોન સ્લમ વસ્તી પોતાની આવક વધારી શકે તે માટે તેઓને પણ આરોગ્ય સેવાઓ મળી રહે તેવા પવિત્ર હેતુ થકી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યુ–પીએચસીની શરુઆત કરવામાં આવેલ છે.
નડિયાદ ખાતે યુ-પીએચસી–૨ના ભૂમિ પૂજન પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કહ્યું કે આ જ વર્ષે યુ-પીએચસી -૧ થોડા મહીના પહેલા નવા રૂપ રંગ સાથે નવા જ મકાનમાં કાર્યરત થયેલ છે. યુ–પીએચસી–૩ અને ૪ માટે જમીન સંપાદનની પ્રકીયા પણ ચાલી રહેલ છે. ૧૧૪૯૬૫૩૬ ની અંદાજીત રકમ થી યુ-પીએચસી –ર સેન્ટરનું બાંધકામ કરવામાં આવશે. ભોયતળીયે ૨૯૨.૩૪ ચો.મી અને પ્રથમ માળે ૨૮૬.૯૫ ચો મી નું બાંધકામ કરવામાં આવશે અને તેમા ૫ સબસેન્ટર હશે. અંદાજીત દસહજાર ની સ્લમ વસ્તી અને ૩૨હજાર ની નોનસ્લમ વસ્તીને આ સેન્ટર સેવાઓ આપશે.
આ પ્રસંગે નડિયાદના ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદ નગરપાલિકાન�

