આખડોલ ગામના રણછોડપુરા પાસે ૪.૨૦ લાખના દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

આખડોલ ગામના રણછોડપુરા પાસે ૪.૨૦ લાખના દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

આગામી ૩૧મી ડીસેમ્બર તેમજ નાતાલના તહેવારને અનુલક્ષીને જીલ્લામાં ડ્રાઇવનું આયોજન કરેલ જેથી ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવા પોલીસ ઇન્સપેક્ટર એ.વી.પરમાર નાઓ સાથે એલ.સી.બી સ્ટાફના હેડ. કોન્સ્ટેબલ અમરાભાઇ કાળુભાઇ ને મળેલ બાતમી આધારે આખડોલ ગામના રણછોડપુરા વિસ્તારમાં પ્રફુલભાઇ ઉર્ફે સ્વામી ઉમેદભાઇ પરમાર તથા ચંન્દ્રકાન્ત ઉર્ફે લાલો અમૃતલાલ સોની રહે,આખડોલ, પટેલ ખડકી, પટેલ વાડીની પાછળ, નડીયાદ નાઓએ પોતાના કબ્જાની ઓરડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ ૨૭૩૬ કિં.રૂ.૩,૪૫,૬૦૦ તથા બીયર ટીન નંગ-૭૪૪ જેની કિં.રૂ.૭૪,૪૦૦ તથા એક-મોબાઇલ અને રોકડા મળી કુલ રૂ.૪,૨૦,૬૪૦/-નો મુદ્દામાલ સાથે સ્થળ પરથી પકડાઇ ગયેલ હોઇ તથા આ દારૂનો જથ્થો (૧) પ્રફુલભાઇ ઉર્ફે સ્વામી ઉમેદભાઇ પરમાર રહે, આખડોલ નડીયાદ (૨) અતુલ ઉર્ફે ભુરો રાજુભાઇ ઉમેદભાઇ પરમાર રહે, આખડોલ નડીયાદ તથા સાથે મળીને મંગાવેલ તથા આ દારૂનો જથ્થો બંટી રહે, ઇન્દોર, મધ્ય પ્રદેશનાઓ આપી ગયેલ હોઇ જે મળી આવેલ જેથી સ્થળ ઉપર થી પકડાયેલ તથા દારૂનો જથ્થો મંગાવનાર તથા આપનાર તમામ ઇસમો વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીનો હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: