ગુજરાત સરકાર દ્વારા રાજયમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા દર માસના પ્રથમ બુધવારે “સાયબર જાગૃતિ દિવસ” ની ઉજવણી કરવા માં આવશે.

નીલ ડોડીયાર

સાયબર જાગૃતિ દિવસ અનુસંધાને “સાયબર ક્રાઇમ અને સાયબરસિકયુરીટી” વિષય ઉપર દાહોદ જીલ્લાના જુદા જુદા પોસ્ટે. વિસ્તારનીસ્કુલોમાં સેમીનારનું આયોજન કરતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનપંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરા અને સાયબર સેલ દાહોદ

ગૃહ મંત્રાલય ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા રાજયમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા સારૂ દર માસના પ્રથમ બુધવારે “સાયબર જાગૃતિ દિવસ” ની ઉજવણી કરવા જણાવેલ હોઈ જે અનુસંધાને પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરાના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ તથા દાહોદ જીલ્લાના મે.પોલીસ અધિક્ષક સા.શ્રી બલરામ મીણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન અને એમ.એન.દેસાઇ પોલીસ ઇન્સ્પેકટર સાયબર સેલ દાહોદ નાઓની સુચના મુજબ આજ રોજ તા.૦૪-૦૧-૨૦૨૩ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરા તથા સાયબર સેલ દાહોદ તથા દેવગઢ બારીયા, ધાનપુર, કતવારા, દાહોદ રૂરલ પોસ્ટેના સ્ટાફ દ્વારા સંયુકત રીતે દાહોદ જીલ્લાના (૧) દેવગઢ બારીયા પોસ્ટે વિસ્તારની એસ.એન. કડકીયા હાઇસ્કુલ કાળીડુંગરી (૨) ધાનપુર પો.સ્ટે. વિસ્તારની શ્રી સર્વોદય યુ.બી.એમ.શાળા કુન્ડાવાડા (૩) દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારની કે.ટી.મેડા એમ.એ. એન્ડ યુ.એમ.એ.શાળા, ભાઠીવાડા (૪) કતવારા પો.સ્ટે. વિસ્તારની આદીવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નવાગામ (૫) કતવારા પો.સ્ટે. વિસ્તારની આદીવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાછરડા ખાતે પાંચ અલગ-અલગ સ્કુલોમાં “CYBER CRIME AND CYBER SECURITY “ વિષય ઉપર સેમીનાર નું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા સ્કુલના વિધ્યાર્થીઓને, સાયબર ક્રાઈમ શું છે ? ક્યા ક્યા પ્રકારના સાયબર ક્રાઈમ કરવામાં આવે છે, સાયબર બુલીંગ અને સાયબર ગ્રુમીંગ શું છે, સોશીયલ મીડીયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે શું સાવધાની રાખવી, સાયબર સીક્યુરીટી અને સાયબર સેફટી શું છે, સાયબર ક્રાઈમ થી બચવા માટે શું સાવધાની રાખવી, સાયબર ક્રાઈમનો બનાવ બને તો ઓફલાઈન તેમજ ઓનલાઈન કેવી રીતે ફરીયાદ લખાવવી, ફરીયાદ લખાવતી વખતે ક્યા ક્યા ડોક્યુમેન્ટસ સાથે રાખવા, આ તમામ મુદ્દાઓની સમજણ પૂરી પાડવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: