મહેમદાવાદ રોડ પર અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે બે નાં મોત
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
મહેમદાવાદના ખાત્રજસીમ વિસ્તારમાં મોટરસાયકલલઈને નીકળેલા બે મિત્રોનેઅકસ્માત નડતા આ બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.મહેમદાવાદ તાલુકાના માકવા ગામે રહેતા ૩૧વર્ષીયવિજયભાઈ ગોવિંદભાઈ હરીજનગામમા રહેતા તેમનામિત્ર ભરતભાઈ નવઘણભાઈભોઈએ વિજયભાઈનુ મોટરસાયકલ લઈને ગતરોજ સાંજનાપોતાના મિત્ર ભાવેશભાઈબાબુભાઈ તળપદાને બેસાડીમહેમદાવાદના ખાત્રજ સીમવિસ્તારમાંથી પસાર થઈ રહ્યાહતા. ત્યારેકોઈ અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારી હતી. મોટરસાયકલ પરભરતભાઈ અનેભાવેશભાઈ તળપદા બંનેરોડ ઉપર પટકાયાહતા. જેના કારણે શરીરેબંનેને ગંભીર ઇજાઓ થતાસ્થળ પર મોત નીપજયું હતું.મહેમદાવાદ પોલીસે વિજયભાઈહરિજનની ફરિયાદના આધારેગુનો નોંધીઅજાણ્યા વાહનચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


