મહુધા ખુનના ગુનાનો આરોપી જામીન ઉપરથી ફરાર થયેલ ઝડપાયો

નરેશ ગનવાણી બ્યરોચિફ નડિયાદ

મહુધા ખુનના ગુનાનો આરોપી જામીન ઉપરથી ફરાર થયેલ ઝડપાયો

એલસીબી. એસઓજી. અને પેરોલ ફર્લો સ્કોડને જીલ્લા અને બહારના નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ/ફર્લો જમ્પ કરી ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પરમાર એલ.સી.બી. નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.ગોસ્વામીનાઓ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ચિંતનકુમાર તથા પો.કોન્સ. જીતેન્દ્રભાઇ ને બાતમી મળેલ કે મહુધા પોલીસ સ્ટેશન ૩૦૨ ખુનના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો આરોપી કેદી રીયાઝહુસેન સરકુમીંયા બીન દસોતમીયા શેખ રહે. મહુધા બસસ્ટેન્ડ પાછળ
તેના ઘરે આવેલ હોવાની હકીકત મળતા આરોપી કેદીને ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ  કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: