શાળાના શિક્ષકો અને આચાર્યના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રદર્શન કર્યું

પંકજ પંડિત ઝાલોદ

ઝાલોદ તાલુકાની લીમડી નગરની જીવનજ્યોતિ સ્કૂલની બાળકીઓની કૃતિઓનું જિલ્લા કક્ષાએ પસંદગી પામી શાળાનું ગૌરવ વધાર્યું

શાળાના શિક્ષકો અને આચાર્યના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રદર્શન કર્યું

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર દ્વારા પ્રેરિત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને જિલ્લા વિજ્ઞાન મંડળ,દાહોદ તથા શ્રી વિવેકાનંદ મા અને ઉ.મા. શાળા અભલોડ ખાતે દાહોદ જિલ્લા કક્ષાનું મા અને ઉ.મા. શાળાઓ માટેનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ યોજવામાં આવ્યું હતું. જેમાં ઉપરોક્ત વિષયો પૈકી ૫ વિભાગોમાં અલગ અલગ શાળાના બાળ વૈજ્ઞાનિકોએ કુલ ૨૫ કૃતિઓ રજૂ કરી હતી . જેમાં વિભાગ ૨ બ મા લીમડી મુકામે આવેલી શ્રીમતી આર એમ દેવડા મા. શાળાના બાળ વૈજ્ઞાનિક (૧) કુ. મોક્ષા અજયકુમાર ગડરિયા અને (૨) મકવાણા ટ્વિનકલ મૂંગાદેવ એ માર્ગશકશ્રી રવિન્દ્ર બીલવાળ ના માર્ગદર્શન હેઠળવાતાવરણમાંથી કાર્બનનું પ્રદુષણ અટકાવવા એક સરસ મજાનું મોડેલ તૈયાર કર્યું હતું જે કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ પસંદગી પામી અને પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઉપરોક્ત કૃતિ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવી .શાળાના આચાર્ય કુલદીપ મોરી દ્વારા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન બાળકોને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય કક્ષાએ પણ પ્રથમ નંબર આવે અને પુરા ગુજરાતમા લીમડી નગરની શાળાનું મોડેલ પસંદગી પામે તેવી શુભેરચા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: