ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા આરોપીને ઝડપી પાડી જાહેરનામા ભંગનો કેશ કરતી દાહોદ ટાઉન બી-ડીવીઝન પોલીસ.

નીલ ડોડીયાર

ઉતરાયણ પર્વ નિમિતે દાહોદ ટાઉન બી-ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમા કરીયાણાની દુકાનમા ગેર કાયદેસર ચાઇનીઝ દોરીનુ વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા ઇસમને ચાઇનીઝ દોરી નંગ-૬૪ જેની કિ.રૂ.૧૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી જાહેરનામા ભંગનો કેશ કરતી દાહોદ ટાઉન બી-ડીવીઝન પોલીસ

જાહેરનામાની કડક અમલવારી કરવા સારૂ મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી, બલરામ મીણા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓ તરફથી દાહોદ ટાઉન બી-ડીવીઝન વિસ્તારમા ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ તુક્કલનુ ગેરકાયદેસર વેચતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.જે સાહેબનાઓની સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.એન.દેસાઇ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એસ.એમ.ઠાકોર પો.સબ.ઇન્સ તથા અ.હે.કો અમરસિંહ મડુભાઇ બ.નં-૭૩૨ તથા અ.પો.કો અનિલકુમાર સોમાભાઇ બ.નં-૧૧૩૨ તથા અ.પો.કો દિપકકુમાર મિનેશભાઇ બ.નં-૧૧૪૨ તથા આનંદભાઇ મુળચંદભાઇ અનાર્મ લોકરક્ષક બ.નં.૭૬૩ નાઓ સાથે ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન આનંદભાઇ મુળચંદભાઇ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દાહોદ ઉકરડી રોડ નુર બંગલાની સામે ફકરી કરીયાણા સ્ટોર નામની કરીયાણાની દુકાનમા બેસતા ફકરીભાઇ નઝમુદ્દીનભાઇ મોદી (દાઉદી વ્હોરા)નાનો મે.કલેકટર સાહેબનાઓના જાહેરનામાનો ભંગ કરી તેની પોતાની કરીયાણાની દુકાનમા ચાઈનીઝ દોરી રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે સદર દુકાનમા જઇ ઝડતી તપાસ કરી ચાઇનીઝ દોરીની નાની-મોટી રીલ નંગ-૬૪ સાથે આરોપીને પકડી દાહોદ ટાઉન બી- ડીવીઝન પોલીસ સ્ટેશન જાહેરનામા ભંગનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આમ ઉતરાયણ પર્વ નિમિતે કરીયાણાની દુકાનમા ગેર કાયદેસર ચાઇનીઝ દોરીનુ વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા ઇસમને ચાઇનીઝ દોરી નંગ-૬૪ની કિ.રૂ.૧૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જાહેરનામા ભંગનો કેશ દાખલ કરી શોધવામા દાહોદ ટાઉન બી-ડીવીઝન પોલીસને સફળતા મળેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: