કોટા ખાતે પૂર્ણા ઉડાન કાર્યક્રમ અંતર્ગત કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરાઈ.
રિપોર્ટર: ફરહાન પટેલ સંજેલી
કોટા ખાતે પૂર્ણા ઉડાન કાર્યક્રમ અંતર્ગત કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરાઈ
સંજેલી તાલુકાના કોટા ખાતે શુક્રવારના રોજ સંજેલી ઘટક ના કોટા ગામ ખાતે પૂર્ણા ઉડાન કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ સાથે કાઈટ ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં કોટા ગામ ના સરપંચશ્રી, બારીઆ પંકજભાઈ, ઉપસરપંચશ્રી, બારીઆ ચંદન ભાઈ, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, ડી.પી. બામણીયા સંજેલી ઘટક અને મુખ્ય સેવિકા, ડી. બી. રાઠોડ સંજેલી, કોટા ગામ ના ૩ આંગણવાડી કેન્દ્ર ના કાર્યકર બહેનો હાજર રહેલ અને કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ એ પૂર્ણા યોજના અંતર્ગત પતંગ પર સૂત્રો લખીને પતંગોને આકાશ મા ઉડાવેલ તેમજ કોટા ગામ ના સરપંચશ્રી દ્વારા કોટા ગામ ની ૩ આંગણવાડી કેન્દ્ર ના તમામ બાળકોને ને પતંગ નું વિતરણ કરવામાં આવેલ બાળકો અને કિશોરીઓ સાથે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે