શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર માં પતંગ બનાવવાની એકટીવીટી કરાવવામાં આવી.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્ય માં અને કો-ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર માં ગર્ભવતી મહિલા ઓ ને ઉત્તરાયણ પર્વ નિમત્તે પતંગ બનાવવાની ની એકટીવીટી કરાવવામાં આવી હતી. તપોવન દીકરીઓ એ અવનવી સર્જનાત્મક પતંગો બનાવી હતી. આપણા તહેવારો ની બાળક ના જીવનમાં ઉજવણી ,આનંદ કેવી રીતે કરવું એ તપોવનમાં માતાના ગર્ભમાંજ જ્ઞાન આપવામાં આવે છે. સગર્ભાવસ્થામાં મહિલા કલાત્મક રચના કરવામાં પ્રવૃત થાય,તો સ્વાભાવિક રીતે જ તેને એકગ્રાચિત્ત થવું પડે છે અને આ અવસ્થા દરમિયાન એકાગ્ર થઈ ને સર્જનાત્મક પ્રવૃતિ કરવામાં આવે તો બાળકમાં સર્જનાત્મકતા,એકાગ્રતા ના ગુણો બની રહેશે.