ગીરવે મુકેલ જમીનછોડાવી લીધા બાદ પણ ખેતી ન કરવા ધાક ધમકી આપતા પોલિસ ફરિયાદ નોધાઈ.
પ્રવીણ કલાલ ફતેહપૂરા
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે એક વ્યક્તિએ ગીરવે મુકેલ જમીન છોડાવી લીધાં બાદ પણ અન્ય ઈસમો દ્વારા વ્યક્તિને તેની પોતાની જમીનમાં ખેતીકામ ન કરવા દેતાં અને મારક હથિયારો વડે હુમલો કરી એકને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં મહેશભાઈ સમુભાઈ પારગીએ પોતાના ગામમાં આવેલ પોતાની જમીનને ગામમાં રહેતાં મંગળાભાઈ બીજીયાભાઈ પારગી પાસે રૂા. ૧,૭૦,૦૦૦માં ગીરવે મુકી હતી. થોડા સમય બાદ ગીરવે મુકેલ જમીન મહેશભાઈએ મંગળાભાઈ પાસેથી છોડાવી લીધી હતી ત્યાર બાદ પણ મંગળાભાઈના હિસાબ પ્રમાણે ખેતરમાં થયેલ ખેડાઈ તથા અન્ય ખર્ચ સહિત રૂા. ૩,૦૯,૨૦૦ ચુકવી દીધા હતાં ત્યારે મહેશભાઈએ ખેતી કામ કરવા જતાં મંગળાભાઈ પારગી, દિનેશભાઈ બીજીયાભાઈ પારગી, હકજીભાઈ હીરાભાઈ પારગી અને રાજુભાઈ જાેગડાભાઈ પારગીનાઓએ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, લોખંડની પાઈપ, તલવાર વિગેરે જેવા તીક્ષ્મ હથિયારો સાથે મહેશભાઈ પારગી પાસે આવી મારક હથિયારો વડે મહેશભાઈને માર મારી પથ્થર મારો કરી શરીરે ઈજાઓ પહોંચાડી બેફામ ગાળો બોલી ખેતરમાં ખેતીકામ કરતાં રોકી કહેવા લાગેલ કે, તમારા ઘર ખાલી કરી જતા રહેજાે નહીતર આ વખતે તો જીવતા બચી ગયા છો બીજી વાર જીવતા નહીં રહો, તેમ ધાકધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ બીજીયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.